About The Founder

પૂ. મહંતશ્રી કૈલાશપુરીજી ડુંગરપુરીજી

    પૂ . મહંતશ્રી કૈલાશપુરીજી ડુંગરપુરીજી મહારાજ રામપુરા મઠના ગાદીપતિ મહંત હતા. ઉચ્ચ આધ્યાત્મિક વિભૂતિ હતા. ડીસા તાલુકાના ધાર્મિક તથા રાજકીય અગ્રણી હતા. તેમની પ્રેરણા તથા આશિર્વાદથી થી તેમની પૂણ્ય સ્મૃતિ રૂપે મહંતશ્રી કૈલાશપુરીજી આદર્શ હાઇસ્કૂલની સ્થાપના થઈ હતી. શાળા માટેની જમીનના તેઓ દાતા છે સમગ્ર  રામપુરા વિસ્તારમાં શિક્ષણનો  પ્રકાશ ફેલાય તેવી તેમની અંતરની ઇચ્છા હતી.



દિવંગત પૂ. મહંતશ્રી હરીપુરીજી

    પૂ .મહંતશ્રી હરીપુરીજી કૈલાશપુરીજી મહારાજએ ઇ.સ. ૧૯૮૭ થી મે ૨૦૦૯ સુધી શ્રી સંસ્કારમંડળના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. રામપુરા મઠના  મહંતશ્રી હતા. શાળાની પ્રગતિમાં તેઓ હમેંશા સક્રીય રહયા હતા. સરળ હદયી, પૂ. મહંતશ્રીની નિશ્રામાં શાળાએ પ્રગતિનાં સોપાનો સર કર્યાં છે.





શ્રીઉદયગીરીજી મહારાજ

    રામપુરા  ગામના શિવાલયના પુજારી શ્રી ઉદયગીરીજી મહારાજ. સંસ્કાર મંડળના આદ્ય મેનેજીંગ ટ્ર્સ્ટી હતા. તેઓશ્રી વિરકત સંત છે છતાં નૂતન દ્રષ્ટિકોણ ધરાવનાર અને શિક્ષણપ્રેમી છે સંસ્કાર લક્ષી શિક્ષણના હિમાયતી છે. પ્રારંભના વર્ષોમાં તેમના પુરૂષાર્થથી શાળાની સ્થાપના તથા પ્રગતિ થઈ હતી.





શ્રી  વીરાભાઇ નાથુભાઇ  દેસાઇ (પૂર્વ-મેનેજીંગ ટ્ર્સ્ટી)

    સ્વ. શ્રી વીરાભાઇ  નાથુભાઇ  દેસાઇ ડીસા તાલુકાના  વરનોડા  ગામના વતની હતા. ૧૯૯૦ થી  ૨૦૦૩  સુધી  શ્રી સંસ્કાર  મંડળના  મેનેજીંગ ટ્ર્સ્ટી તરીકે  તેમણે કાર્યભાર  સંભાળ્યો હતો. તેઓ ડીસા તાલુકાના રાજકીય  સામાજીક તથા  સહકારીક્ષેત્રના અગ્રણી હતા. બનાસકાંઠા  જિલ્લા મધ્યસ્થ સહકારીબેંક ના ડીરેકટર પદે તેઓ શ્રીએ ૨૫ વર્ષ સુધી ડીસા તાલુકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

    તેઓશ્રી  નિષ્ઠાવાન, શિક્ષણપ્રેમી, તથા  નિર્વિવાદ વ્યકિતત્વ ધરાવતા હતા. શાળાની પ્રગતિમાં તેમનું યોગદાન હમેંશાં યાદ  રહેશે. તેમના નેતૃત્વમાં  શાળાએ પ્રગતિનાં ઉચ્ચશિખરો સર કર્યાં છે.