શ્રી સંસ્કાર મંડળ ના વર્તમાન સુકાની...
પૂ. મહંત શ્રી રૂપપુરીજી કૈલાશપુરીજી (પ્રમુખશ્રી)
પૂ. મહંતશ્રી રૂપપૂરીજી કૈલાશપુરીજી શાળાના પ્રારંભથી જ શાળાના વિકાસ સાથે સંકળાયેલા છે. પૂ.શ્રી રૂપપૂરીજી મહારાજ ડીસા તાલુકાના સામાજીક, સહકારી ક્ષેત્ર તથા રાજકીય ક્ષેત્ર ના અગ્રણી છે. તેઓ શ્રી રામપુરા મઠ ના મહંતશ્રી છે. તેઓ શ્રી ડીસા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ તથા ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડીરેકટર ૫દે સેવારત છે. દશનામ ગૌસ્વામી ચેરીટેબલ ટ્રસ્ટ અંબાજી ના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે.ભારતીય જનતા પાર્ટીના કિસાન સેલમાંપ્રદેશના પદાધિકારી રહ્યા છે. વર્તમાનમાં ડીસા તાલુકા ભાજપ પ્રમુખ ની જવાબદારી છે.
૨૦૦૩ થી સંસ્કાર મંડળના મેનેજીંગ ટ્રસ્ટી પદે રહી શાળાની ઉન્નતિ માટે પ્રયત્નશીલ છે. સ્વ. મહંતશ્રી હરીપુરીજીના નિઘન બાદ તેઓ શ્રી સંસ્કાર મંડળ રામપુરાનું પ્રમુખ પદ શોભાવી રહ્યા છે. તેઓ શ્રી દીર્ઘદષ્ટા તથા કુશળ સંગઠક છે. તથા ઉદાર દાતા છે. આ સંસ્થા બનાસકાંઠા જીલ્લાની અગ્રગણ્ય સંસ્થા બને તેવી તેમની અંતરની ઈચ્છા છે. શિક્ષણના નવીન આયામોં, નૂતન શાખાઓ, નૂતન ટેકનોલોજીનું શિક્ષણ તથા મહાવિદ્યાલય સુધીનું શિક્ષણ આ સંસ્થામાંથી વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરે તે તેમનું સ્વપ્ન છે.
સુશ્રી નિર્મળપુરીજી ગુરુશ્રી મથુરાપુરીજી સ્વામી (મેનેજીંગ ટ્રસ્ટીશ્રી)
સુશ્રી નિર્મળપુરીજી રામપુરા મઠનાં કારભારી છે. નવેમ્બર-૨૦૦૯ થી તેઓશ્રી સંસ્કાર મંડળ રામપુરાનું મેનેજીંગ ટ્રસ્ટી૫દ શોભાવી રહ્યાં છે. સુશ્રી નિર્મળપુરીજી આધુનિક શિક્ષણના વર્તમાન પ્રવાહો અને આયામોની જાણકારી ધરાવે છે. ગ્રામ્યવિસ્તારનાં બાળકો ક્મ્પ્યુટર શિક્ષણમાં સજ્જ બની પોતાનો વિકાસ કરે તેમાં ખાસ રસ ધરાવે છે.સંસ્કાર યુકત શિક્ષણ તથા ગુણવતા યુકત શિક્ષણના આગ્રહી છે. કન્યા કેળવણી ને પ્રોત્સાહિત કરવા કટીબધ્ધ છે. આ મંડળ દ્વારા જ એક આદર્શ સુવિધા યુકત કન્યાશાળાની સ્થાપના એ એમનું સ્વપ્ન છે. ભવિષ્ય્માં પી.ટી.સી. કોલેજ ઓધોગીક તાલીમ સંસ્થા(I.T.I)અને કોલેજ જેવી શૈક્ષણિક સુવિધાઓ આ કેમ્પસમાં ઉભી થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. સંસ્થાના વિકાસ માટે પોતાની માલિકીની જમીનમાંથી જમીન ફાળવવા તથા આર્થિક યોગદાન આપવા માટે તેઓ સદા તત્પર છે.
આવા વિધાપ્રેમી અને વિકાસ પ્રેમી મેનેજીંગ ટ્ર્સ્ટીશ્રી ના પ્રયત્નો ભવિષ્યમાં સંસ્થાને વિકાસની કેડી પર અગ્રેસર કરશે તે નિશ્વિત છે.
શ્રી નાગજીભાઈ દેસાઈ (ઉપપ્રમુખશ્રી)
શ્રી નાગજીભાઈ દેસાઈ ૧૯૮૨ થી સંસ્કાર મંડળ ના ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓ શ્રી વીસ વર્ષ સુઘી દામા ગામમાં બિનહરીફ સંરપંચ તરીકે સેવા આપી ચૂક્યા છે.વર્તમાન સમયમાં ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડીરેકટર તરીકે જવાબદારી પણ સંભાળી રહ્યા છે.ડીસા તાલુકાના રબારી સમાજના અગ્રણી છે. શ્રી સંસ્કાર મંડળ ની બાંધકામ સમિતિના ૫ણ તેઓ શ્રી ચેરમેન છે.શાળાને તેમનું મર્ગદર્શન પ્રારંભથી જ મળતું રહ્યું છે.
શ્રી શાન્તિલાલ ચુનીલાલ ઠક્કર (મંત્રીશ્રી)
શ્રી
શાન્તિભાઈ ઠક્કર રામપુરા ગામના મુળ વતની છે. વર્તમાન સમયમાં ડીસા નગરના
અગ્રગણ્ય ટેક્ષ એડવોકેટ છે. તેઓશ્રી સંસ્કાર મંડળની સ્થાપનાથી જ માનદ
મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓશ્રી ડીસા નગરની અનેક વિધ સામાજીક
સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. રૉટરી ક્લબ ઑફ ડીસા, થરપારકર લોહાણા સમાજ -
ગુજરાત, વાલી મંડળ ડીસા આદર્શ હાઈસ્કૂલ તથા બનાસકાંઠા ટેક્ષ બાર એસોસીએશન
નું પ્રમુખ પદ શોભાવી ચૂક્યા છે.રેડક્રોસ સોસાયટી ડીસાના ઉપપ્રમુખ પદે તથા ડીસા સ્પોર્ટસ ક્લબ ક્રેડીટ સોસાયટીના સેક્રેટરી પદે રહી ચૂક્યા છે. શાળાના વિકાસમાં તેમનું અનન્ય યોગદાન રહ્યું છે. શાળાના કમ્પ્યુટરરૂમના તેઓશ્રી દાતા છે.
શ્રી ભગવાનભાઈ દેસાઈ (કોષાધ્યક્ષ)
શ્રી ભગવાનભાઈ વીરાભાઈ દેસાઈ ડીસા તાલુકાના વરનોડા ગામના વતની છે.રાજકીય તથા સહકારી ક્ષેત્રના અગ્રણી છે.બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ બેંકમાં વાઈસ ચેરમેન તરીકે ની જવાબદારી સંભાળી રહ્યા છે.શ્રી સંસ્કાર મંડળ ના કોષાધ્પક્ષેપદે રહી તેઓ શ્રી શાળાની પ્રગતિમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.
શ્રી સંસ્કાર મંડળ રામપુરા (દામા) ની કારોબારી સમિતિ
| ક્રમ |
નામ
|
હોદ્દો
|
ગામ
|
ફોન નં.
|
૧.
|
મહંતશ્રી રૂપપુરીજી કૈલાશપુરીજી
|
પ્રમુખશ્રી
|
રામપુરા
|
૯૪૨૬૩૦૭૫૭૫
૦૨૭૪૪-૨૫૮૩૫૨
|
૨.
|
સુશ્રી નિર્મળપુરીજી મથુરાપુરીજી
|
મેનેજીંગ ટ્રસ્ટીશ્રી
|
રામપુરા |
૯૪૨૯૪૨૧૨૨૭
|
| ૩. |
શ્રી શાન્તિલાલ સી ઠક્કર
|
મંત્રીશ્રી
|
સમૃધ્ધી પાર્ક, ડીસા
|
૯૮૨૫૫૩૫૯૫૭
૯૪૨૬૩૬૦૨૨૫
|
૪.
|
શ્રી નાગજીભાઈ એમ દેસાઈ
|
ઉપપ્રમુખ
|
દામા
|
૯૪૨૬૮૯૫૨૪૫
|
૫.
|
શ્રી ભગવાનભાઈ વી દેસાઈ
|
કોષાધ્યક્ષ
|
વરનોડા
|
૯૪૨૭૦૮૫૪૮૫
૦૨૭૪૪-૨૫૮૦૭૨
|
૬.
|
શ્રી રામજીભાઇ માધાભાઈ દેસાઈ
|
કારોબારી સભ્ય
|
ઢેઢાલ
|
૯૪૨૯૩૬૨૩૪૮
|
૭.
|
શ્રી નેનાજી કીનાજી જાટ
|
કારોબારી સભ્ય |
રામપુરા
|
૯૪૨૭૫૩૫૯૩૩
|
૮.
|
શ્રી નારણાજી સોનાજી ભારી
|
કારોબારી સભ્ય |
યાવરપુરા
|
૯૪૨૬૪૧૧૭૯૯
|
૯.
|
શ્રી ખેતાજી લાધાજી પટેલ
|
કારોબારી સભ્ય |
કંસારી
|
૦૨૭૪૪-૨૪૩૧૯૫
|
૧૦.
|
શ્રી તળસાજી દલાજી પટેલ
|
કારોબારી સભ્ય |
રામપુરા
|
૦૨૭૪૪-૨૫૮૨૩૩
|
૧૧.
|
શ્રી કાનાભાઈ મલાભાઈ દેસાઈ
|
કારોબારી સભ્ય |
ઘરનાળ
|
૯૮૨૫૩૩૧૭૨૦
|
|
|